Tuesday, April 7, 2020

New tax solution in COVID-19 situation...



૨૧ મી માર્ચ ૨૦૨૦ ના રોજ જાહેર કરાયેલ પેકેજમાં
નાણામંત્રી નિર્મલા સીતારમણની પાંચ મહત્ત્વની જાહેરાત....

1. આકારણી વર્ષ ૨૦૧૯-૨૦નું આવકવેરા રિટર્ન ૩૦ જૂન,
૨૦૨૦ સુધી ફાઇલ કરી શકાશે
2. પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ૩૧ માર્ચ, ૨૦૨૦ ની આખરી તારીખને ૩૦ જૂન સુધી લંબાવાઈ... 
3. 'વિવાદ સે વિશ્વાસ' યોજના હેઠળ ભરવાપાત્ર રકમ ૩૦
જૂન સુધીમાં પણ ચૂકવાય તો 10%ની વધારાની જવાબદારીમાંથી મુક્તિ... 
4. એડવાન્સ ટેકસ, ટી.ડી.એસ., સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ વગેરેની વિલંબિત ચુકવણીમાં , કરદાતાએ ભરવાપાત્ર વ્યાજમા અંશતઃ રાહત
5. ૨૦ માર્ચ, ૨૦૨૦ થી ૨૯ જૂન, ૨૦૨૦ દરમિયાન પૂર્ણ કરવાની તમામ આવકવેરા કાર્યવાહી ૩૦ જૂન, ૨૦૨૦ સુધી કરી શકાશે...

નાણાકીય વર્ષ ૨૦૧૯ -૨૦ અર્થાત્ , આકારણી વર્ષ
૨૦૨૦ - ૨૧ માટેનું આવક્વેરા રિટર્ન સમયસર ભરવા માટેની
નિયત તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૦ તેમજ ૩૦ સપ્ટેમ્બર,
૨૦૨૦ હતી. આ તારીખોને અગાઉ લંબાવીને ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ 
તેમજ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૦ જાહેર કરાઈ હતી.

કલમ ૧૩૯(૪)ની જોગવાઈઓ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૮ - ૧૯ અર્થાત્, આકારણી વર્ષ ૨૦૧૯-૨૦ નું આવકવેરા રિટર્ન મોડામાં મોડું ૩૧ માર્ચ,૨૦૨૦ સુધી ભરી શકાય છે. પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષમાં રાખતાં નાણામંત્રી દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર ૩૧ માર્ચ,૨૦૨૦ની તારીખ લંબાવીને ૩૦જૂન, ૨૦૨૦ કરવામાં આવી છે.

* એડવાન્સ ટેક્સ, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ, ટી.ડી.એસ. વગેરેની વિલંબિત ચુકવણી ઉપર, વાર્ષિક ૯%નો રાહતકારક વ્યાજ દર
તારીખ ૨૦ માર્ચ, ૨૦૨૦થી ૩૦ જૂન ૨૦૨૦નાસમયગાળા દરમિયાન એડવાન્સ ટેક્સ, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ , રેગ્યુલર ટેક્સ , ટી.ડી.એસ, ટી.સી.એસ., એસ.ટી.ટી. વગેરેની કરાતી વિલંબિત ચુકવણીના સંદર્ભમાં આવકવેરાના કાયદા હેઠળની પ્રવર્તમાન
વિવિધ જોગવાઈઓ હેઠળ માસિક ૧% કે ૧.૫૦% (વાર્ષિક ૧ર% કે ૧૮%)ના દરે વ્યાજની વસૂલાતના સ્થાને માસિક ૦.૭૫% (વાર્ષિક ૯%)નાદરે વ્યાજની વસૂલાત કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
               આ ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ
સમયગાળા દરમિયાનના વિલંબ માટે લાગુ પડતી હોય તેવી કોઈ પણ લેટ ફી કે પેનલ્ટી પણ લાગુ પાડવામાં આવશે નહીં... અલબત્ત , ઉપરોક્ત સંદર્ભમાં એ ખ્યાલમાં રાખવું જરૂરી છે કે ૨૦ માર્ચ ૨૦૨૦ પૂર્વેના સમયગાળાના સંદર્ભમાં ઉપસ્થિત થયેલ વિલંબ સંબંધી કોઈ જવાબદારીમાં કોઈ રાહત મળી શકશે નહીં.જેમ કે ૩૧ ડિસેમ્બર પછી ફાઇલ કરવામાં આવતા આવકવેરા રિટર્નના કેસમાં રૂ. ,૧૦૦૦ કે રૂ. ૧૦૦૦૦ ની લેટ ફાઈલિંગ ફી ભરવાપાત્ર થઈ હોય તો તેવા કેસમાં ૩૦ જૂન સુધીમાં ભરવાપાત્ર આવકવેરા રિટર્ન સંબંધી આ ફી ની ચુકવણી અનિવાર્ય ગણાશે અને તેમાં કોઈ રાહત મળશે નહીં. આ
ઉપરાંત ૧૫ માર્ચ, ૨૦૨૦ સુધીમાં નિયત માત્રામાં ભરવાપાત્ર એડવાન્સ ટેક્સની ચુકવણીમાં કસૂર થયેલ હોય તો તે સંદર્ભમાં
પણ કલમ ૨૩૪-સી હેઠળ વ્યાજનો દર માસિક ૧% (નહીં કે
૦.૭પ%) ગણાશે.

👉 ૨૦ માર્ચથી ૨૯ જૂન દરમિયત પૂર્ણ કરવાની તમામઆવકવેરાની કાર્યવાહી ૩૦ જૂન, ૨૦૨૦ સુધી કરી શકાશે.

નાણામંત્રીએ કરેલી જાહેરાત અનુસાર વિવિધ કાયદાઓ
હેઠળ મુકરર કરવામાં આવેલ નિયત તારીખો જેમ કે કોઈ પણ આવકવેરા કાર્યવાહી સંબંધી નોટિસ ઇસ્યુ કરવા માટે કે તેણે પૂર્ણ કરવા માટે અપીલ ફાઇલ કરવા માટે કોઈ રિટર્ન કે સ્ટેટમેન્ટ ફાઈલ કરવા માટેનો નિયત સમય જો ૨૦ માર્ચથી ૨૯ જૂન, ૨૦૨૦ દરમિયાન પૂર્ણ થતો હોય તો તે ૩૦ જૂન, ૨૦૨૦ સુધી લંબાવાયો છે તેમ ગણાશે. આ જોગવાઈ આવકવેરા ખાતા દ્વારા હાથ ધરાતા કલમ ૨૬૩ હેઠળ રિવિઝન,કલમ ૧૪૭ હેઠળ રિ-ઓપનિંગ ઑફ એસેસમેન્ટ વગેરે તેમજ કરદાતા દ્વારા ફાઈલ કરવાની અપીલ, આકારણી કાર્યવાહીના સંદર્ભમાં અપાનાર જવાબો, ટી.ડી.એસ.ના સ્ટેટમેન્ટ, રિટર્ન કે ફોર્મ ફાઇલ કરવા સંબંધી કે ઇસ્યુ કરવા સંબંધી તમામ કાર્યવાહીના સંદર્ભમાં લાગુ પડશે.


         તારીખ ૨૪ માર્ચ, ૨૦૨૦ ના રોજ નાણામંત્રાલય દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં એવું પણ જણાવાયું છે કે,કરદાતા દ્વારા પાલન કરાનાર તમામ બચત કે રોકાણ વગેરેની જવાબદારીઓ, જેમાં મૂડીનફાની કરમુક્તિના લાભ મેળવવા માટેની રોકાણ કાર્યવાહીનો પણ સમાવેશ થાય, તે ૩૦ જૂન,૨૦૨૦ સુધી કરી શકાશે. આ જાહેરાતના શબ્દોનું તાર્કિક અર્થઘટન કરવામાં આવે તો નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના અંત સુધીમાં કરી શકાતા કલમ ૮૦સી કે કલમ ૮૦ડી હેઠળની નિયત બચત, રોકાણ કે ચુકવણી, જેનું કરદાતાએ ૩૦ માર્ચ, ૨૦૨૦ સુધીમાં કરવાનું આયોજન કરેલ હોય, પરંતુ તે શક્ય ન બન્યું હોય તો તેને ૩૦ જૂન ૨૦૨૦ સુધીમાં પણ કરવામાં આવે તો તે માન્ય ગણાશે અને તેના આધારે કરદાતા તેના આકારણી વર્ષ ૨૦૨૦ - ૨૧ના આવકવેરા રિટર્નમાં કપાતનો લાભ મજરે માંગી શકશે.

👉 આ ઉપરાંત કલમ ૫૪ઈસી કે ૫૪ તથા ૫૪એફ વગેરેની
જોગવાઈઓ હેઠળ મૂડીનફાની કરમુક્તિનો લાભ લેવાના હેતુસર કેપિટલ ગેઇન્સ બોન્ડ કે મકાનમાં રોકાણ કરવા માટેની નિયત તારીખ ૨૦ માર્ચથી ૨૯ જૂન વચ્ચે આવતી હોય તો તેહેતુસર ૩૦ જૂન, ૨૦૨૦ સુધીમાં કરાતા નિયત રોકાણ પર માન્ય ગણવામાં આવશે.

👉 જે કરદાતાઓએ તેમના PAN ને આધાર કાર્ડ સાથે લિન્ક ન કર્યા હોય તેવા કરદાતાઓ માટે આ કાર્યવાહી પૂર્ણ કરવા માટેની છેલ્લી તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૦ જાહેર કરાઈ હતી. કલમ ૧૩૯એએ(૨) હેઠળ કરાવેલ જોગવાઈ અનુસાર જે આ કાર્યવાહી હાથ ધરવામાં ન આવે તો ૩૧ માર્ચ પછી આવા કરદાતાના PANને inactive ગણવામાં આવશે. અલબત્ત,આ જવાબદારીમાંથી બિનરહીશ કરદાતાઓને મુક્તિ આપવામાં આવી હતી. જે રહીશ કરદાતાઓએ ૩૧ માર્ચ સુધી આ જવાબદારીનું પાલન ન કર્યું હોય તેમને તેમના PAN સાથે આધાર કાર્ડના લિન્કિંગ માટે ૩૦ જૂન ૨૦૨૦ સુધી લંબાવાયેલા સમયનો લાભ મળશે..

👉 વિવાદ સેવિસ સ્કીમને લાભ ૩૦ જૂન,૨૦૨૦ સુધી મેળવવામાં આવે તો ૧૦%ની વધારતી જવબારીમાંથી મુક્તિ વાચક મિત્રોને યાદ હશે કે આ કોલમમાં આપણે અગાઉ "વિવાદ સે વિશ્વાસ સ્કીમ'ની જોગવાઈઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ યોજનાનો લાભ લેવાના હેતુસર કરદાતાએ ભરવાપાત્ર રકમની ચુકવણી જો ૩૧માર્ચ, ૨૦૨૦ પછી કરવામાં આવે તો આવી ભરવાપાત્ર રકમ સંબંધી ૧૦%ની વધારાની રકમ અદા કરવાની જવાબદારી નિયત કરવામાં
આવી હતી.
    પ્રવર્તમાન સંજોગોને લક્ષમાં રાખતાં નાણામંત્રીએ એવી જાહેરાત કરી છે કે, આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા કરદાતા તેમની જવાબદારી ૩૦ જૂન,૨૦૨૦ સુધીમાં પણ અદા કરશે તો તેવા કેસમાં ઉપરોક્ત ૧૦૮ની જવાબદારીમાંથી મુક્તિ મળશે. આ જાહેરાતથી આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા અનેક કરદાતાઓ જરૂરથી રાહતનો દમ લેશે !
      તારીખ ૨૪ માર્ચ ૨૦૧૭ના રોજ કરાયેલી ઉપરોક્ત જાહેરાતોને અમલી કાનૂની સ્વરૂપ મળી રહે તે હેતુસર નજીકના ભવિષ્યમાં જરૂરી કાયદાકીય સુધારાઓ તેમજ પરિપત્રો બહાર પાડવામાં આવશે તેવું નાણામંત્રાલયની અખબારી યાદીમાં જણાવાયું છે.

No comments:

Post a Comment